નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025

 નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025


હોલ ટિકિટ ડાઉનલોડ થવાનુ ચાલુ થઈ ગયેલ છે

Admit Card Link:-     👉   https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard 

GSSSB CCC EXAM Call Letter 2024 : વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ માટે કૉલ લેટર જાહેર...


પરીક્ષા આપતા વિધ્યાર્થીઓ માટે અગત્યની સૂચના

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે. આ સિવાય ખાસ સૂચના આપવામાં આવી છે કે  કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.વિધ્યાર્થીઓ માટે ખાસ સૂચન


ગૌણ સેવા પસંદગી મંડળ કોલલેટર ઉપયોગી લીંક 

પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે                           અહી ક્લીક કરો

વધુ જાણકારી મેળવવા માટે                                               અહી ક્લીક કરો

GSSSB જુનિયર ક્લાર્ક 2024  કોલલેટર કેવી રીતે ડાઉનલોડ કરવું

પહેલું પગલું- તમારે ગૂગલ ક્રોમ પર જઈને  (સૂચનાઓ માટે )‘GSSSB જુનિયર ક્લાર્ક કોલ લેટર 2024’ સર્ચ કરવું પડશે;

પગલું 2 - શોધ કર્યા પછી, તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરવું પડશે.

પગલું 3જું – લિંક પર ક્લિક કર્યા પછી, તમારી સામે ખુલતા પેજમાં તમારો નોંધણી નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો.

પગલું 4 - લોગિન કર્યા પછી, તમે તમારા એપ્લિકેશન બટનની સ્થિતિ પર ક્લિક કરીને તમારી પરીક્ષાની તારીખ અને હોલ ટિકિટ જોઈ શકો છો.

પગલું 5મું - એપ્લિકેશનની સ્થિતિ તપાસ્યા પછી, તમે પીડીએફ દ્વારા તમારા મોબાઇલમાં તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને કોઈપણ સેવા કેન્દ્રમાંથી તેની પ્રિન્ટ આઉટ મેળવી શકો છો.



 Free Sewing Machine Yojana

        માનવ ગરિમા યોજના હેઠળ, સરકાર દ્વારા મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના આપવામાં આવે છે. મફત સિલાઈ મશીન યોજના 2023 સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે.

        જેમાં ફ્રી સિલાઈ મશીન યોજના મુખ્ય છે. મહિલાઓ સિલાઈનો કોર્સ કરે અને ઘરે બેઠા સ્વરોજગારી મેળવી શકે તે માટે સરકાર વિવિધ યોજનાઓ હેઠળ મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે સહાય પૂરી પાડે છે. 

Free Sewing Machine Yojana

        સમાજના વિવિધ વર્ગો જેમ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતીઓ અને વિચરતી-મુક્ત જાતિઓ સરકાર દ્વારા તેમની ગરીબીને કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરે છે. તે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા માનવ ગરિમા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

        માનવ ગરિમા યોજના હેઠળ મફત સિલાઈ મશીન 2023, વિવિધ વ્યવસાયો માટે સ્વ-રોજગાર માટે સાધન સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા માનવ ગરિમા યોજના sje.gujarat.gov.in 2023 હેઠળ ચાલે છે. આ યોજના કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે ટૂલ્સ કીટ પૂરી પાડે છે.

તમે શું મેળવો છો?

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના માટે દર વર્ષે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે ટૂલ્સ કીટ આપવામાં આવે છે.

જેમાં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ કોમ્પ્યુટરાઈઝડ ડ્રોના આધારે લાભાર્થીની પસંદગી કર્યા બાદ યાદી બહાર પાડવામાં આવે છે. આ 28 પ્રકારના વ્યવસાયમાં ટેલરિંગનો પણ સમાવેશ થાય છે. એટલે કે, પુરૂષો અને મહિલાઓને મફત સિલાઇ મશીન 2023 જરૂરી સાધનોની કિટ ટેલરિંગ માટે આપવામાં આવે છે.

ઉંમર મર્યાદા

ન્યૂનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર60 વર્ષ

આ યોજનાનો લાભ કોને મળી શકે છે?

આપણા રાજ્યની તમામ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. હાલમાં, માનવ કલ્યાણ યોજના હેઠળ લગભગ 28 વ્યવસાયો માટે ટૂલ કીટ સહાય માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી રહી છે. જો તમને ટેલરિંગમાં મદદ જોઈતી હોય તો સિલાઈ કિટ ઉપલબ્ધ છે. માનવ કલ્યાણ યોજના 2023 ઑનલાઇન એપ્લિકેશનમાં, તમે ટેલરિંગ પસંદ કરી શકો છો અને ઑનલાઇન અરજી કરી શકો છો.

નિયમો અને શરતો

  • અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ. 
  • અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય.
  • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

ડોક્યુમેન્‍ટ

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • સ્વ ઘોષણા
  • એકરારનામું

મહત્વપૂર્ણ લિંક (Free Sewing Machine Yojana)

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના

 Prasuti Sahay Yojana Gujarat

    બાંધકામક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરૂષની પત્નીને ગર્ભાવસ્થા દરમ્યાન પુરતું પોષણ મળે અને ગર્ભમાં રહેલ બાળકનો સંપુર્ણ વિકાસ થાય તે માટે પ્રસુતિ સહાય યોજના અમલમાં મુકાયેલ છે. આ યોજના દ્વારા મહિલાઓને ડીલેવરી માટે ₹ 37,500 ની સહાય કરવામાં આવે છે.આજના આ આર્ટિકલ હેઠળ Prasuti Sahay Yojana Gujarat યોજનામાં ગર્ભવતી મહિલાઓને સહાય માટે અરજી ક્યાં કરવી? સહાય કેવી રીતે ચુકવાશે? વગેરે બાબતોની વિગતે માહિતી મેળવીશું. સંપૂર્ણ માહિતી નીચે મૂજબ આપેલી છે.

Prasuti Sahay Yojana Gujarat

યોજનાનું નામશ્રમયોગી પ્રસુતિ સહાય યોજના
સંબંધિત સરકારી વિભાગશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
કોને સહાય મળશે?બાંધકામક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરૂષની પત્નીને ગર્ભાવસ્થા દરમ્યાન અને બાદ સહાય મળશે.
સહાયની રકમકુલ ₹ 37,500/-
ઓનલાઈન અરજી માટેsanman.gujarat.gov.in
ઓફલાઈન અરજી આપવા માટેશ્રમયોગી કલ્યાણ બોર્ડની ઓફિસે અથવા જિલ્લા શ્રમ, કૌશલ્ય અને રોજગારની કચેરીએ.

યોજના નો ઉદ્દેશ

            બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ મહિલા શ્રમયોગીને પ્રસુતીના સમયગાળા દરમ્યાન પુરતા પોષણ આહાર અને આરામની જરૂર રહેતી હોય  છે. મહિલા શ્રમયોગી તથા તેના બાળકને પુરતું પોષણ મળે તેવો પોષકયુક્ત આહાર સગર્ભાવસ્થા દરમ્યાન મળી રહે તેવા હેતુથી યોજના અમલમાં મુકવામાં આવી છે. બાળક તથા માતાના સ્વાસ્થ્ય તેમજ તંદુરસ્તી અને આ સમયગાળા દરમ્યાન મહિલા શ્રમિકને આર્થિક રાહત આપવાના ઉદ્દેશથી નોંધયેલ મહિલા બાંધકામ શ્રમિકને  કુલ ₹ 37,500/- ની  સહાય આપવાની જોગવાઈ આ યોજના હેઠળ થયેલ છે. જેના માટે Prasuti Sahay Yojana Gujarat અમલમાં મુકવામાં આવેલ છે.

કોને મળશે આ યોજના નો લાભ?

  • ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફત નોંધાયેલ શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરૂષની પત્નીને મળશે લાભ.
  • બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજના નો લાભ મળશે.
  • નોંધણીની તારીખથી ત્રણ વર્ષે નોંધણી રીન્યુ કરાવેલ હશે તેવા મહિલા બાંધકામ શ્રમિકને જ લાભ મળશે.
  • પ્રથમ બે પ્રસુતિની મર્યાદામાં પ્રત્યેક પ્રસુતિ સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

મળવા પાત્ર સહાય

પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર થતી સહાય.17,500/-
પ્રસુતિ થયા બાદ મળવાપાત્ર થતી સહાય.20,000/-

પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર થતી સહાય.

            ₹ 2500+10,000 + 5,000 =  કુલ ₹ 17,500/-.ની સહાય મળવાપાત્ર થશે.

પ્રસુતિ થયા બાદ મળવાપાત્ર થતી સહાય.

            ₹.5,000 + 10,000 + 5,000 =કુલ ₹ 20,000/- ની સહાય મળવાપાત્ર થશે.

 નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને ઉપર મુજબ પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર થતી સહાય ₹ 17,500/-તથા પ્રસુતિ થયા બાદ મળવાપાત્ર થતી સહાય ₹ 20,000/-  મુજબ કુલ ₹ 37,500/- ની સહાય ચુકવણી કરવામાં આવશે.

અરજી કરવાની રીત

  • ઓનલાઈન
  • ઓફલાઇન બંને રીતે અરજી કરી શકાય.

યોજના માટે જરૂરી પુરાવા ની યાદી

  • અરજીપત્રક.
  • અરજદારના બે પાસપોર્ટ સાઈઝના ફોટા
  • બાળકના જન્મના પ્રમાણપત્રની નકલ
  • બોર્ડના ઓળખ કાર્ડની ઝેરોક્ષ
  • નમુના મુજબનું સોગંદનામું
  • રેશનકાર્ડની નકલ
  • બેંકપાસબુકની પ્રથમ પાનાની કોપી/રદ્દ કરેલ ચેકની નકલ
  • (કસુવાવડ માટેની સહાયમાં PHC ડોક્ટરના સર્ટીફિકેટની ઝેરોક્ષ.)

ઓફલાઇન અરજી કરવાની રીત

જેમાં અરજી પત્રક સાથે ઉપર દર્શાવેલ ડોયક્યુમેન્ટ જોડીને જિલ્લાની શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરી ખાતે અથવા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ખાતે મોકલી આપવાની રહેશે.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ

  • શ્રમયોગી કલ્યાણ ભવન
  • પાણીની ટાંકી સામે ,’જી’ કોલોની
  • સુખરામ નગર
  • અમદાવાદ
  • 380021

 

Gujarat Forest Guard Syllabus 2024

વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાંક:FOREST/202223/1 ની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ

PMSBY , PMJJBY And APY scheme details


 Pradhan Mantri Suraksha Bima Yojana(PMSBY)

    The Scheme is available to people in the age group 18 to 70 years with a bank account who give their consent to join / enable auto-debit on or before 31st May for the coverage period 1st June to 31st May on an annual renewal basis. Aadhar would be the primary KYC for the bank account. The risk coverage under the scheme isRs.2 lakh for accidental death and full disability and Rs. 1 lakh for partial disability. The premium of Rs. 20 per annum is to be deducted from the account holder’s bank account through ‘auto-debit’ facility in one installment. The scheme is being offered by Public Sector General Insurance Companies or any other General Insurance Company who are willing to offer the product on similar terms with necessary approvals and tie up with banks for this purpose.




Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana(PMJJBY)

    The PMJJBY is available to people in the age group of 18 to 50 years having a bank account who give their consent to join / enable auto-debit. Aadhar would be the primary KYC for the bank account. The life cover of Rs. 2 lakhs shall be for the one year period stretching from 1st June to 31st May and will be renewable. Risk coverage under this scheme is for Rs. 2 Lakh in case of death of the insured, due to any reason. The premium is Rs. 436 per annum which is to be auto-debited in one installment f rom the subscriber’s bank account as per the option given by him on or before 31st May of each annual coverage period under the scheme. The scheme is being offered by Life Insurance Corporation and all other life insurers who are willing to offer the product on similar terms with necessary approvals and tie up with banks for this purpose.



Atal Pension Yojana

        The Atal Pension Yojana (APY) was launched on 09.05.2015 to create a universal social security system for all Indians, especially the poor, the under-privileged and the workers in the unorganised sector. APY is administered by Pension Fund Regulatory and Development Authority (PFRDA).

    APY is open to all bank account holders in the age group of 18 to 40 years and the contributions differ, based on pension amount chosen.

    Provided that from 1st October,2022, any citizen who is or has been an income-tax payer, shall not be eligible to join APY

    Subscribers would receive the guaranteed minimum monthly pension of Rs. 1000 or Rs. 2000 or Rs. 3000 or Rs. 4000 or Rs. 5000 at the age of 60 years.

    The monthly pension would be available to the subscriber, and after him to his spouse and after their death, the pension corpus, as accumulated at age 60 of the subscriber, would be returned to the nominee of the subscriber.

     In case of premature death of subscriber (death before 60 years of age), spouse of the subscriber can continue contribution to APY account of the subscriber, for the remaining vesting period, till the original subscriber would have attained the age of 60 years.

APY More Details : Click Here





અહી તમને આ ઈનોવેશનની સંપૂર્ણ માહિતી વિસ્તૃત મા મળશે.

નવતર ઇનોવેશનનું શીર્ષક : મારી શાળા ઇકો-ફ્રેન્ડલી શાળા અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ

  સમસ્યા ઉદભવના કારણો :-

Ø  પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિનો અભાવ.

Ø  વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના પ્લાસ્ટિક પેકિંગ ફૂડ, ચોકલેટ, બિસ્કીટ વગેરે વસ્તુઓનું ઉપયોગ કરે છે અને તેનાથી શાળાના વાતાવરણ માં પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાય છે. 

Ø  શાળામાં કુદરતી કચરાનો યોગ્ય પ્રક્રિયા કરી કમ્પોસ્ટ બનાવવાની કાર્યરીતિના આયોજનનો અભાવ.

Ø  પ્લાસ્ટિક કચરાના નિકાલ માટેની વ્યવહારું અને સરળ વ્યવસ્થાનો અભાવ.

Ø  પ્લાસ્ટિક કચરો સળગાવવાથી વાયુ પ્રદુષણ થાય એવી ગંભીર બાબત અંગે ઉદાસીનતા.

Ø  સમાજના લોકો પાસે પ્લાસ્ટિક કચરાથી થતા ભૂમિ પ્રદૂષણ નિવારણની જાણકારીનો અભાવ.

-: ઇનોવેશનનું સમગ્ર વર્ણન :-

સાધન સામગ્રી :-

Ø  ખાલી પાણીની અથવા કોલ્ડ્રિંક ની બોટલ, કચરાપેટી, બિન ઉપયોગી માટલું, કાપડની થેલી.

નવતર ઇનોવેશન માટેની પ્રક્રિયા :-

Ø  પર્યાવરણ જાળવણી અંગે વિદ્યાર્થીઓને સમજૂતી અને તે માટે વિદ્યાર્થી કી સમાજ જાગૃતિ અંગે વિદ્યાર્થીઓની જવાબદારી માટે ચર્ચા.

Ø  પ્લાસ્ટિક કચરાના પ્રદૂષણથી  વિવિધ વિડીયો ફોટોગ્રાફ અને પાઠ્યપુસ્તકના આધારે ભૂમિ પ્રદૂષણ, વાયુ પ્રદુષણ, જળ પ્રદૂષણ અને આરોગ્ય માટે કેટલું હાનિકારક છે તેની સમજૂતી.

Ø  પ્લાસ્ટિક કચરાને બાળવાથી વાયુ પ્રદુષણ અંગે વિડીયો નિદર્શનથી સમજૂતી.

Ø  બધા વિદ્યાર્થીઓને મારી શાળા ઈકો-ફ્રેન્ડિશાળા અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ અભિયાનમાં જોડાય તે માટેની  કાર્યરીતિની સમજૂતી.

Ø  સમગ્ર સંશોધન બે વિભાગમાં વિભાજિત

                                    1 મારી શાળા ઇકો ફ્રેન્ડલી શાળા

                               2 પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ

 વિભાગ-1

Ø  શાળાની કચરાપેટી પર નીચે પ્રમાણેના સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા

1.      પ્લાસ્ટિક કચરો મને આપો

2.      કુદરતી કચરો મને આપો

Ø  કચરાપેટીનો પ્લાસ્ટિક કચરો ભરવા થેલીની વ્યવસ્થા અને કુદરતી કચરા પર પ્રક્રિયા દ્વારા ખાતર બનાવવાની વ્યવસ્થા.

Ø  પ્લાસ્ટિક કચરો ભરવા માટે બિનજરૂરી ઉપયોગમાં લીધેલ એવી બોટલો વિદ્યાર્થીઓ ઘરેથી,શેરીમાંથી,રસ્તામાંથી ભેગી કરી લાવશે.

વિભાગ-2

Ø  વિદ્યાર્થીઓ ઘરે પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે બિનજરૂરી માટલાની વ્યવસ્થા કરશે.

Ø  વિદ્યાર્થીઓ વાલીઓને ઘરે સામાન લાવવા માટે કપડાની થેલીનો ઉપયોગ કરવા વિશે સમજાવશે.

-: નવતર ઇનોવેશન માટેની પ્રવિધ :-

મારી શાળા ઇકો-ફ્રેન્ડલી શાળા:

Ø  સૌપ્રથમ શાળાના બધા બાળવૃંદોમાંથી ચાણક્ય બાળવૃંદને મારી શાળા ઇકો- ફ્રેન્ડલી શાળા સંશોધન વિશે સમજાવવામાં આવશે.

Ø  શાળાની કચરાપેટી ‘પ્લાસ્ટિક કચરો મને આપો તેમાં વિદ્યાર્થીઓ દૈનિક પ્લાસ્ટિક કચરો ભેગો કરશે અને તેને એક થેલીમાં સંગ્રહ કરશે.

Ø  ‘કુદરતી કચરો મને આપો’ એ કચરાપેટીમાં વિદ્યાર્થીઓ કુદરતી કચરો નાખશે અને ડીકમ્પોસ્ટ ટીમ તેને જરૂરી પ્રક્રિયા દ્વારા ખાતર બનાવવાની વ્યવસ્થા કરશે.

Ø  દર અઠવાડિયે એક દિવસ અડધો કલાક સર્જનાત્મક સામૂહિક પ્રવૃત્તિ અંતર્ગત તે પ્લાસ્ટિક કચરાને બિનજરૂરી બોટલોમાં ભરી રૂમ સજાવટ અને  ગાર્ડન બ્રિક તરીકે ઉપયોગમાં લેવાશે.

Ø  પ્લાસ્ટિક કચરો ભરેલ બોટલ જો વધારે સંખ્યામાં હોય તો તેને ભંગારમાં વેચીને પણ શાળા માટે આર્થિક સ્ત્રોત ઊભો કરી શકે છે .  

Ø  આ રીતે સમગ્ર શાળા પરિસર અને તેની આજુબાજુ ફેલાયેલ પ્લાસ્ટિક કચરો બોટલમાં પુરાતા તેનું પ્રદૂષણ અટકાવી શકાય છે જેથી મારી શાળા ઇકો- ફ્રેન્ડલી શાળા” બને છે

Ø  આ પ્રવૃત્તિ નિયમિત રીતે અલગ અલગ બાળવૃંદો દ્વારા કરવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની સમજદારી જવાબદારી અને પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાની સક્રિય ભાગીદારી બને છે.

 

પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ:  

Ø  પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ પોતાના ઘરે વેસ્ટ માટીના માટલા જેમાં પ્લાસ્ટિક કચરો સંગ્રહી શકાય તેમાં ઘરનો પ્લાસ્ટિક કચરો ભેગો કરશે અને તેને સમયાંતરે બિનજરૂરી પ્લાસ્ટિક બોટલમાં કચરો ભરી તેની સેલ્ફી લેશે.

Ø  આ પ્રવૃત્તિથી ઘરમાં પ્લાસ્ટિક કચરા ના પ્રદૂષણ માટે જાગૃતિ આવશે.

Ø  વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને પ્લાસ્ટિક કચરાથી જમીન પ્રદૂષણ અને તેને સળગાવવાથી વાયુ પ્રદુષણ તેના વિશે જાણકારી આપશે.

Ø  વિદ્યાર્થીઓ વાલીઓને સામાજિક પ્રસંગોમાં પ્લાસ્ટિક ડીશ, પ્લાસ્ટિક કપ વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ માટે સમજાવશે.

Ø   વિદ્યાર્થી પોતાના વાલીને ઘર માટે જરૂરી સામાન લાવવા કપડાની થેલી નો ઉપયોગ કરવાની માહિતી આપશે.

Ø  એસએમસી કમિટીના સભ્યો જોડે પણ આ અંગે ચર્ચા કરી જેથી તેઓ પણ આ પ્રવૃત્તિમાં સહભાગી થશે.

 

આ રીતે આપણે “મારી શાળા ઇકો ફ્રેન્ડલી શાળા” અને “પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ” બનાવી શકીએ છીએ.

-: નવતર ઇનોવેશનની મૂલ્યાંકન પ્રક્રિયાનું વર્ણન :-

Ø  શાળા પરિસરમાં સંશોધન પહેલા અને પછી પ્લાસ્ટિક કચરાની સમીક્ષા કરવામાં આવે છે.

Ø  વિદ્યાર્થીઓ પોતાના ઘરને પ્લાસ્ટિક મુક્ત કરે તે માટે ફોટોગ્રાફી અને સેલ્ફી સ્પર્ધા

Ø  જે વિદ્યાર્થી વેસ્ટ બોટલ આજુબાજુનું વાતાવરણ અને શાળાના પરિસરમાંથી ઝડપી પ્લાસ્ટિક કચરાથી ભરે તેને  ઇકો-ફ્રેન્ડ જાહેર કરવામાં આવે છે.

Ø  SMC કમિટી દ્વારા સ્થાનિક સામાજિક પ્રસંગોમાં પ્લાસ્ટિક ડીશ, ચાર કપ ન વપરાય તે અંગે સમજૂતી અને યોગ્ય પ્રતિભાવ મેળવે છે.

-: નવતર ઇનોવેશનનું પરિણામ :-

   પૂર્વ સ્થિતિ

Ø  શાળા પરિસરના કચરામાં લગભગ ૪૦% થી ૪૫% પ્રમાણ પ્લાસ્ટિકના ફૂડ પેકેટ રેપર, ચોકલેટ રેપર, બિસ્કીટ રેપર વગેરેનું હતું જેને સળગાવવાથી પ્રદુષણ પણ થતું હતું.

Ø  વાલીઓના ઘરે અને સામાજિક પ્રસંગોમાં પ્લાસ્ટિકની ડીશ, કપ વગેરેનો ઉપયોગ થવાથી ભૂમિ પ્રદૂષણ અને તેને સળગાવવાથી વાયુ પ્રદુષણ થતું હોતું.

    પરિણામ

Ø  શાળા પરિસરમાં હાલ એક પણ પ્લાસ્ટિક રેપર જોવા મળતું નથી બધું જ બોટલમાં ભરી દેવામાં આવે છે.જેથી સળગાવવાની ઝંઝટમાંથી મુક્તિ અને વાયુ પ્રદુષણ પણ બંધ થયું છે.

Ø  વાલીઓ ઘર માટે સામાન કાપડની થેલીમાં લાવતા થયા છે જેનાથી બિનજરૂરી પ્લાસ્ટિક ઉપયોગ બંધ થયો છે.

Ø  સામાજિક પ્રસંગોમાં SMC કમિટીની સમજાવટથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થયો છે.

Ø  વિદ્યાર્થીઓ ને વાલીઓમાં પ્લાસ્ટિક કચરાના પ્રદૂષણ તેનાથી થતું વાયુ પ્રદુષણ,ભૂમિ પ્રદૂષણ અને આરોગ્યના નુકસાન અંગે સભાનતા અને જાગૃતિ આવી છે.

 

-: નવતર ઇનોવેશનની ઉપયોગીતા :-

 

Ø  આ ઇનોવેશનથી પ્લાસ્ટિક પ્રદુષણ અને તેનાથી થતા આરોગ્ય અને ભૂમિ પ્રદુષણ અટકાવવામાં મદદ મળે છે.

Ø  શાળા પરિસર પ્લાસ્ટિક કચરા મુક્ત બને છે તેને  સળગાવવાના વિકલ્પ સામે આ કારગર ઉપાય છે જેનાથી વાયુ પ્રદુષણ અટકાવી શકાય છે.

Ø  આ ઇનોવેશન શાળાના પાઠ્યપુસ્તકોમાં પ્રદૂષણ અટકાવવાના ઉપાય તરીકે સામેલ કરી શકાય છે. જેનાથી બધા વિદ્યાર્થીઓ, શાળા ક્લસ્ટર, તાલુકો, જીલ્લો, રાજ્ય, દેશ અને વિશ્વને પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવાનો નવીન અભિગમ મળી શકે છે.

વર્તમાન સ્થિતિ

 

Ø  શાળાના વિવિધ બાળવૃંદો આ કામગીરી દ્વારા પ્લાસ્ટિક કચરા ભરેલી બોટલનું કિચન ગાર્ડન બ્રિક તરીકે ઉપયોગ કરે છે, શાળા સુશોભનમાં ઉપયોગ કરે છે જેથી “મારી શાળા ઇકો ફ્રેન્ડલી શાળા” બને છે.

Ø  પ્લાસ્ટિક કચરો ભરેલ બોટલની સંખ્યા વધી જાય ત્યારે તેને ભંગરમાં વેચીને શાળા માટે આર્થિક સ્ત્રોત ઊભો કરી શકાય છે. 

Ø  વાલીઓ દ્વારા પણ આ અભિગમમાં સહયોગ મળતો હોવાથી “પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ” અભિયાન ચાલુ છે. 










 


નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025

 નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025 હોલ ટિકિટ ડાઉનલોડ થવાનુ ચાલુ થઈ ગયેલ છે Admit Card Link:-     👉   https://cbseitms.rcil.gov.in/nvs/Admi...