શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના

 Prasuti Sahay Yojana Gujarat

    બાંધકામક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરૂષની પત્નીને ગર્ભાવસ્થા દરમ્યાન પુરતું પોષણ મળે અને ગર્ભમાં રહેલ બાળકનો સંપુર્ણ વિકાસ થાય તે માટે પ્રસુતિ સહાય યોજના અમલમાં મુકાયેલ છે. આ યોજના દ્વારા મહિલાઓને ડીલેવરી માટે ₹ 37,500 ની સહાય કરવામાં આવે છે.આજના આ આર્ટિકલ હેઠળ Prasuti Sahay Yojana Gujarat યોજનામાં ગર્ભવતી મહિલાઓને સહાય માટે અરજી ક્યાં કરવી? સહાય કેવી રીતે ચુકવાશે? વગેરે બાબતોની વિગતે માહિતી મેળવીશું. સંપૂર્ણ માહિતી નીચે મૂજબ આપેલી છે.

Prasuti Sahay Yojana Gujarat

યોજનાનું નામશ્રમયોગી પ્રસુતિ સહાય યોજના
સંબંધિત સરકારી વિભાગશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
કોને સહાય મળશે?બાંધકામક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરૂષની પત્નીને ગર્ભાવસ્થા દરમ્યાન અને બાદ સહાય મળશે.
સહાયની રકમકુલ ₹ 37,500/-
ઓનલાઈન અરજી માટેsanman.gujarat.gov.in
ઓફલાઈન અરજી આપવા માટેશ્રમયોગી કલ્યાણ બોર્ડની ઓફિસે અથવા જિલ્લા શ્રમ, કૌશલ્ય અને રોજગારની કચેરીએ.

યોજના નો ઉદ્દેશ

            બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ મહિલા શ્રમયોગીને પ્રસુતીના સમયગાળા દરમ્યાન પુરતા પોષણ આહાર અને આરામની જરૂર રહેતી હોય  છે. મહિલા શ્રમયોગી તથા તેના બાળકને પુરતું પોષણ મળે તેવો પોષકયુક્ત આહાર સગર્ભાવસ્થા દરમ્યાન મળી રહે તેવા હેતુથી યોજના અમલમાં મુકવામાં આવી છે. બાળક તથા માતાના સ્વાસ્થ્ય તેમજ તંદુરસ્તી અને આ સમયગાળા દરમ્યાન મહિલા શ્રમિકને આર્થિક રાહત આપવાના ઉદ્દેશથી નોંધયેલ મહિલા બાંધકામ શ્રમિકને  કુલ ₹ 37,500/- ની  સહાય આપવાની જોગવાઈ આ યોજના હેઠળ થયેલ છે. જેના માટે Prasuti Sahay Yojana Gujarat અમલમાં મુકવામાં આવેલ છે.

કોને મળશે આ યોજના નો લાભ?

  • ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફત નોંધાયેલ શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરૂષની પત્નીને મળશે લાભ.
  • બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજના નો લાભ મળશે.
  • નોંધણીની તારીખથી ત્રણ વર્ષે નોંધણી રીન્યુ કરાવેલ હશે તેવા મહિલા બાંધકામ શ્રમિકને જ લાભ મળશે.
  • પ્રથમ બે પ્રસુતિની મર્યાદામાં પ્રત્યેક પ્રસુતિ સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

મળવા પાત્ર સહાય

પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર થતી સહાય.17,500/-
પ્રસુતિ થયા બાદ મળવાપાત્ર થતી સહાય.20,000/-

પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર થતી સહાય.

            ₹ 2500+10,000 + 5,000 =  કુલ ₹ 17,500/-.ની સહાય મળવાપાત્ર થશે.

પ્રસુતિ થયા બાદ મળવાપાત્ર થતી સહાય.

            ₹.5,000 + 10,000 + 5,000 =કુલ ₹ 20,000/- ની સહાય મળવાપાત્ર થશે.

 નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને ઉપર મુજબ પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર થતી સહાય ₹ 17,500/-તથા પ્રસુતિ થયા બાદ મળવાપાત્ર થતી સહાય ₹ 20,000/-  મુજબ કુલ ₹ 37,500/- ની સહાય ચુકવણી કરવામાં આવશે.

અરજી કરવાની રીત

  • ઓનલાઈન
  • ઓફલાઇન બંને રીતે અરજી કરી શકાય.

યોજના માટે જરૂરી પુરાવા ની યાદી

  • અરજીપત્રક.
  • અરજદારના બે પાસપોર્ટ સાઈઝના ફોટા
  • બાળકના જન્મના પ્રમાણપત્રની નકલ
  • બોર્ડના ઓળખ કાર્ડની ઝેરોક્ષ
  • નમુના મુજબનું સોગંદનામું
  • રેશનકાર્ડની નકલ
  • બેંકપાસબુકની પ્રથમ પાનાની કોપી/રદ્દ કરેલ ચેકની નકલ
  • (કસુવાવડ માટેની સહાયમાં PHC ડોક્ટરના સર્ટીફિકેટની ઝેરોક્ષ.)

ઓફલાઇન અરજી કરવાની રીત

જેમાં અરજી પત્રક સાથે ઉપર દર્શાવેલ ડોયક્યુમેન્ટ જોડીને જિલ્લાની શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરી ખાતે અથવા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ખાતે મોકલી આપવાની રહેશે.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ

  • શ્રમયોગી કલ્યાણ ભવન
  • પાણીની ટાંકી સામે ,’જી’ કોલોની
  • સુખરામ નગર
  • અમદાવાદ
  • 380021

 

Gujarat Forest Guard Syllabus 2024

વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાંક:FOREST/202223/1 ની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025

 નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025 હોલ ટિકિટ ડાઉનલોડ થવાનુ ચાલુ થઈ ગયેલ છે Admit Card Link:-     👉   https://cbseitms.rcil.gov.in/nvs/Admi...